Upcoming events

August

12

મટકી શણગાર સ્પર્ધા

2:00ગાંધી સ્મૃતિ હોલ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તરસાડી

આદર્શ કેળવણી મંડળ કોસંબા સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તરસાડી દ્વારા તા. ૧૨/૦૮/૨૦૨૫ ને મંગળવાર ના રોજ મટકી શણગાર ની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓ અલગ ટીમ બનાવી ભાગ લીધેલ હતો. ભાગ લેનાર તમામ વિદ્યાર્થી મિત્રો ને આચાર્ય અને કોલેજ પરિવાર તરફ થી શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. કેતન નિઝામા, પ્રા. સંધ્યા પરમાર ડૉ. સ્તુતિ દેસાઈ પ્રા. મનીષા પંચાલ એ કર્યું હતું.

August

08

ફાયરલેસ કુકિંગ સ્પર્ધા

12:00 pm સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તરસાડી

આદર્શ કેળવણી મંડળ સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તરસાડીમાં આજરોજ 08-08-2025 ને શુક્રવારના રોજ વિદ્યાર્થીઓને ફાયરલેસ કુકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણાયક મિત્રો તરફથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરોથી વિદ્યાથીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમ વિજેતા ટીમ (fy.Bsc.) 1. શેખ શિફા 2. શેખ માહી ૩. રાણા આયુષી , દ્વિતીય વિજેતા ટીમ (M.Sc Part 2) 1. પાઠક રૂપાલી 2.વસવા આરતી ૩. નાયક માધવી, તૃતીય વિજેતા ટીમ (fy.B.Sc) 1. શેખ રુકૈયા 2.શેખ ફાયઝા ૩. પટેલ પ્રાચી તમામ વિજેતા થયેલા અને ભાગ લેનાર વિદ્યાર્થીઓને આચાર્ય અને સ્ટાફ વતી અભિનંદન પાઠવ્યા હતા.

August

01

વકૃત્વ સ્પર્ધા

1:00 pmગાંધી સ્મૃતિ હોલ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તરસાડી

સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તરસાડીમાં આજે શુક્રવારે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૩ વિદ્યાર્થીઓએ અલગ અલગ વિષયો પર પોતાના વિચારો રજુ કર્યા હતા. સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય વિજેતા વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય દ્વારા સર્ટીફીકેટ અને મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એવા તમામ વિદ્યાર્થીઓને પણ આશ્વાસન રૂપે સર્ટીફીકેટ આપી સન્માનિત કર્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે કોલેજના પ્રાધ્યાપિકા ડૉ. હેમાક્ષી પટેલ અને પ્રો. શ્રુતિ ચૌધરી રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એફ.વાય.બી.એસ.સી.ની વિદ્યાર્થીની માહેનુર અને આયુષી દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ એમ.એસ.સીની વિદ્યાર્થીની ખુશી પટેલે કર્યું હતું. તમામ વિદ્યાર્થીઓને કોલેજ પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.